હિંમતનગરની 22 વર્ષિય યુવતીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોત
છેલ્લા પંદર વર્ષથી હિંમતનગરમાં સ્થાયી થયો રાજસ્થાનનો પરિવાર
યુવતી પાયલ ખટીકને પરિવાર જનો અમદાવાદ એરપોર્ટ મુકી પરત આવ્યા
બીટેકનો અભ્યાસ કરી એમટેક કરવા લંડનના સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા
દિકરીના પિતા લોડિંગ રીક્ષા ચલાવી પરિવારનું કરે છે ગુજરાન
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ છે. આ હતભાગીઓમાં એક હિંમતનગરની 22 વર્ષીય યુવતી પણ સામેલ હતી. જે પહેલી વખત વિમાનમાં બેઠી હતી. તેમની આ પ્રથમ સફર જ મોતની સફર બની ગઈ હતી. પાયલ ખટીક ગરીબ પરિવારમાંથી આવે છે. યુવતીના પિતાએ તનતોડ મહેનત કરી હતી. રિક્ષા ચલાવી પોતાની પુત્રીને ભણાવી અને આખરે એ દિવસ આવ્યો કે તેમની પુત્રએ બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ માટે લંડનના વિઝા મળ્યા હતા.
હિંમતનગરની પાયલ ખટીક સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હતી. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ ક્રેશ થયુ અને પરિવારે એક આશાસ્પદ દીકરીને ગુમાવી હતી. વિદેશ જઈને પોતાનું ઘડતર કરવાના સ્વપ્ન આગમાં હોમાઈ ગયા હતા. પાયલના પરિવારજનો હજુ પોતાની દીકરીને વળવાની એરપોર્ટથી નીકળ્યા જ હતા. આ આઘાતજનક સમાચાર આવ્યા છે. વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળી પાયલના પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાની વ્હાલસોય દીકરીને ગુમાવવાથી પરિજનોની આંખ સુકાતી નથી. સુરેશભાઈએ રાત-દિવસ મહેનત કરીને પાયલને શિક્ષણ આપ્યું અને તેના સપનાઓને પાંખો આપી. પાયલની મહેનત અને તેના પિતાના સમર્થનના પરિણામે તેણે એક સારી નોકરી મેળવી. આ દુર્ઘટના પહેલાં, પાયલ કંપનીના કામ માટે પહેલી વખત વિદેશ જવા નીકળી હતી, અને તે પણ તેની પ્રથમ ફ્લાઈટ હતી. પરંતુ ભાગ્યની ક્રૂર રમતે તેના સપનાઓને ચકનાચૂર કરી દીધા.
ગુરુવારે બપોરે 1:39 વાગ્યે, ફ્લાઈટ AI-171એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી. પરંતુ માત્ર 30 સેકન્ડમાં, વિમાને ઊંચાઈ ગુમાવી અને મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં આવેલા બી.જે. મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ સાથે અથડાયું. ત્યારબાદ, તે અતુલ્યમ હોસ્ટેલ સાથે ટકરાયું, જેના કારણે વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં હિંમતનગરની યુવતીનું મોત થયું છે અને પાયલ ખટીક નામની યુવતીનું દુર્ઘટનામાં મોત થયું છે, પાયલ ખટીક ખાનગી કંપનીમાં કરતી હતી નોકરી અને કંપની તરફથી પાયલને લંડન મોકલવામાં આવી હતી અને પાયલ ખટીક પહેલીવાર વિમાનમાં બેઠી હતી અને પાયલ ખટીકના પિતા હિંમતનગરમાં રીક્ષા ચલાવે છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી