સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
પુણામાં વહેલી સવારે કાંગારૂ સર્ખલ પાસે ટ્રકે વાનને અડફેટે લીધી
અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પુણામાં વહેલી સવારે કાંગારૂ સર્ખલ પાસે ટ્રકે વાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે કાંગારુ સર્કલ પાસે ટ્રક ચાલકે એક વાનને જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં વાન ત્રણથી ચાર વખત પલટી ખાઈ ગઈ હતી તો અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તો અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો જ્યારે લોકોએ 112 પર ફોન કરતા પોલીસ સ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી ભાગી છુટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *