ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીત
સુરત ભાગળ રાજમાર્ગ પર ઉજવણી કરાઈ
ટીમ ઈન્ડિયાને ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવતા સુરત ભાગળ રાજમાર્ગ પર ઉજવણી કરાઈ હતી.
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય જીતને લઈ સુરતના ભાગળ રાજમાર્ગ પર ઉજવણી કરાઈ હતી. ક્રિકેટ રસિકો રસ્તા પર ઉતર્યા હતા અને ટીમ ઈન્ડિયાની જીતની ખુશી વ્યક્ત કરી હતી. સાથે હાથમાં ભારતનો રાષ્ટ્ર ધ્વજ અને ઢોલ નગારા સાથે ટીમ ઈન્ડિયાની જીતને ક્રિકેટ રસિકોએ વધામણા કર્યા હતાં. ભારતીય ક્રિકેટ ટીમનો ફાઇનલમાં પ્રવેશ થયો હોય જેને લઈ ટીમ ઈન્ડિયાને ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતાં.
