સુરતમાં ભવ્ય ફેશન શો 2026, યુવા પ્રતિભાનો ઝલક
રામાયણ ફાર્મ ખાતે ફેશન શો,
રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનનો ગ્રાન્ડ ફેશન શો
સુરત શહેરમાં ફેશન, સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અનોખો સમન્વય જોવા મળ્યો, જ્યાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા ભવ્ય ‘ફેશન શો ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું. આ ફેશન શોએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે.
સુરતના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ૬ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ અને પ્રોફેશનલ મોડેલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા અનોખા અને આકર્ષક પરિધાનોનું પ્રદર્શન. રેમ્પ પર પ્રોફેશનલ મોડેલ્સે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને મહેનતને શાનદાર અંદાજમાં રજૂ કરી, જેને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો.રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમથી માન્યતા પ્રાપ્ત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના સ્થાપકો હિતેશ દેસાઈ અને હસમુખ રફાળિયાના નેતૃત્વ હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું મંચ પૂરું પાડવાનો હતો. “આવો પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં તેઓ પોતાની પ્રતિભા દર્શાવી શકે અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકે.”
કાર્યક્રમમાં સેલિબ્રિટી મહેમાનો તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત હાજર રહ્યા હતા. સાથે જ પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સંગીતા ચોક્સી, નીરજ વૈદ્ય અને પ્રાચી પટેલની હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો.પરંપરાગત અને આધુનિક ફેશનનો અનોખો સમન્વય આ શોની વિશેષ ઓળખ બની રહ્યો હતો.આ ફેશન શોએ માત્ર યુવા પ્રતિભાને નવી ઉડાન આપી નથી, પરંતુ સુરતને ફેશન અને ડિઝાઇનિંગના ઉદ્ભવતા કેન્દ્ર તરીકે નવી ઓળખ પણ અપાવી છે. ‘ફેશન શો ૨૦૨૬’ સુરતના ફેશન જગતમાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થયો છે.
