દરિયાઈ સીમામાં દેખાયેલી શંકાસ્પદ બોટ વલસાડમાં ઝડપાઈ
જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર કોસ્ટ ગાર્ડને જોઈ બોટ ભાગી હતી,
બે માછીમારોની પૂછપરછ
જાફરાબાદના દરિયા કિનારેથી 12 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાતા માછીમારોએ એલર્ટ કર્યું હતું. નંબર વગરની આ બોટ જાફરાબાદથી ભાગી જતાં માછીમારોએ મરીન પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુજરાતના તમામ દરિયા કિનારાના લેન્ડિંગ પોઇન્ટ પર એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે આ શંકાસ્પદ બોટ રવિ વલસાડના દરિયાકિનારે મળી છે. જોકે, તેમાં કંઈપણ શંકાસ્પદ ન લાગતા તમામ એજન્સીઓએ હાશકારો અનુભવ્યો છે.
વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે પોલીસ સતર્ક હતી. આ દરમિયાન બોટ વલસાડના દરિયા કિનારે આવી પહોંચતા પોલીસે તેને આંતરી લીધી હતી. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે દરિયામાં બોટને લોકેટ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ‘રવિ’ નામની આ બોટ વલસાડની જ છે. બોટમાં સવાર બે વ્યક્તિઓ પણ વલસાડના સ્થાનિક માછીમારો છે. બોટ બગડી જવાને કારણે તેમાંથી ધુમાડો નીકળતો હતો, જેના કારણે અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી જેન લઇ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું કજ્જે
વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસની ટીમે બંને માછીમારોની અટકાયત કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંને માછીમારોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. વિવિધ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી