જીપીએસસીમાં લેખિતમાં પ્રથમ નંબર પણ ઈન્ટરવ્યૂમાં નાપાસ,

Featured Video Play Icon
Spread the love

જીપીએસસીમાં લેખિતમાં પ્રથમ નંબર પણ ઈન્ટરવ્યૂમાં નાપાસ,
જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કર્યા
ખાનગીમાં કોચિંગ કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં.

જીપીએસસીએ મોડી સાંજે અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા ઘોષણા કરી હતી કેમકે, ઈન્ટરવ્યૂ લેનારાં તજજ્ઞ અન્ય સ્થળે ખાનગીમાં કોચિંગ કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. આ બાબતે જાણ થતાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધા છે. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવા નક્કી કરવામાં આવ્યુ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં લેખિતના પ્રથમ નંબરે આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં અન્યાયના કારણે નાપાસ થતાં ભરતી પ્રક્રિયામાં ફેરફારની માગ કરી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ એવો બચાવ કરે છે કે ચિઠ્ઠી ખેંચી અને કોડ નંબરથી ઈન્ટરવ્યૂ રૂમમાં જવાનું હોય એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ થતાની સાથે જ એ તકહિન દલીલનો છેદ ઉડી ગયો છે. GPSC માં ઇન્ટરવ્યૂમાં ગોઠવણ થતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે જેમાં કહ્યું છે રાજ્યનાં સરકારી વિભાગો, મ્યુનીસીપલ કોપોરેશન, બોર્ડ-નિગમોમાં સીધી ભરતીના નામે 50% ઇન્ટરવ્યૂનો ભારાંક રાખીને લેખિતના ટોપરને અન્યાય કરવામાં આવે છે. બે ઉમેદવાર લેખિતમાં 300 માંથી 208.56 ગુણ મેળવીને પ્રથમ ક્રમે આવે છે પરંતુ ઇન્ટરવ્યૂમાં 100માંથી માત્ર 35 ગુણ આપીને બંનેને નાપાસ કરવામાં આવે છે.

પ્રોફેશનલ સંવર્ગની ભરતીમાં ઈન્ટરવ્યૂનો 50%નો ભારાંક ઘટાડી પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી છે. કેમકે, પરીક્ષામાં નંબર મેળવ્યો હોય ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપીને નાપાસ કરાયાં છે.
ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ લેનાર તજજ્ઞ બે દિવસ પૂર્વે જ ઉમેદવારોના મોક ઇન્ટરવ્યૂ લીધા. એટલુ જ નહીં, માર્ગદર્શન પણ આપ્યું હતુ. હવે પરિણામ પર 50 % ઇન્ટરવ્યૂ ભારાંકની અસર ન થાય તેને મુદ્દાને લક્ષમાં લેતા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં ભરતી કૌભાંડ બહાર આવે તે પહેલાં તેને હળવેકથી દબાવી દેવાય છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *