સુરતમાં રૂપિયા એક કા ડબલના નામે 5 લાખની છેતરપિંડી
આરોપીએ ડીસીપીને લાઈવ ડેમો આપી બતાવ્યું કઈ રીતે લોકોને ઠગતો
પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
પૈસા ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર ત્રણ ઠગોને ગણતરીના કલાકોમાં જ મહિધરપુરા પોલીસે ઝઢપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.
મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલી હોટલ સ્કાયલોન ખાતે ફરિયાદી અને સાહેદોને બોલાવી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી તેઓ પાસેથી પાંચ લાખની ઠગાઈ આચરી ભાગી છુટેલા ત્રણ ઠગો જેમાં રાજસ્થાનીઓ કબ્બુબેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી, શાહરૂખબેગ કાલુબેગ અને સલીમ અકબરને મહિધરપુરા પોલીસ મથકના પી.આઈ. એચ.એમ. ચૌહાણ અને તેમની ટીમના માણસોએ ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ તો આરોપીઓની મહિધરપુરા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.