સુરતમાં વિદ્યાર્થીઓને થતી સમસ્યાને લઈને એબીવીપીનો ઉગ્ર વિરોધ
વિદ્યાર્થીઓને જીસીએએસમાં થતી સમસ્યાને લઈ યુનિવર્સીટી બહાર વિરોધ
વિદ્યાર્થીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ
સમસ્યાનો હલ તાત્કાલિક થાય એવી કરવામાં આવી માંગ
જીસીએએસ પાપોર્ટલમાં આવનારા વર્ષથી વિશ્વ વિદ્યાલયોનો સમાવેશ કરવા અને ચાલુ વર્ષે મોક રાઉન્ડ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પુર્ણ કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને કુલપતિ થકી આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષધ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સરકારી વિશ્વવિધાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરાઈ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિધાલયોની પ્રવેશ પ્રક્રિયા જીસીએએસ પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવા આવી રહ્યો છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિધાર્થીઓ સરળતાથી, સુલભ અને રાહતદરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે, પરંતુ ખુબ દુઃખ સાથે જણાવવું પડે કે, માત્રને માત્ર જીસીએએસ પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિધાર્થીઓનો ભરોસો તૂટયો છે. જીસીએએસ પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિધાલયો અને વિશ્વવિધાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી, પરિણામે, ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિધાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે. જયારે બીજી તરફ નિજી મહાવિધાલયો અને વિશ્વવિધાલયો મન કાવે તે પ્રમાણે, કોઈ પણ પ્રકારના ધારા ધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિધાર્થીઓની ભરતી કરી રહ્યા છે. ગુજરાતના ભવિષ્ય માટે, પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે. જેથી એબીવીપી દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ને પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે, નિજી વિશ્વવિધાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિધાલયો અને નિજી વિશ્વવિધાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા, આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિધાલયોને જીસીએએસ પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે., ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિધાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી, વધુ વિલંબ અટકાવી, ત્વરિત સમાપ્ત કરવામાં આવે., ઘણી વિશ્વવિધાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી, વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે, જેથી ત્વરિત પણે આવી વિશ્વવિધાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે.