રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઊજવણી.
યોગ સાધક બહેનોએ પાણીમાં કર્યા યોગાસન.
10 વર્ષની બાળાઓથી લઈ 55 વર્ષની મહિલાઓએ કર્યા યોગ.
21 જૂન આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે કોઈપણ તહેવાર હોય કે કોઈપણ કાર્યક્રમ હોય તેમાં કઈક અલગ કરવું એ રંગીલા રાજકોટની આગવી ઓળખ રહી છે. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાએ સતત સાતમાં વર્ષે એકવા યોગનું આયોજન કર્યું હતું.
21 જૂન આજે વિશ્વ યોગ દિવસ નિમિતે રાજકોટના જીજાબાઈ સ્વિમિંગ પૂલ ખાતે 60 બહેનોએ પાણીમાં યોગ કર્યા હતા. 8 વર્ષની બાળકીથી લઈને 67 વર્ષના વૃદ્ધાએ એક્વા યોગમાં ભાગ લીધો હતો. એટલું જ નહિ દિવ્યાંગ મહિલા પણ જોડાઈ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. જમીન પર યોગ કરતા લોકોને તો આપણે જોતા જ હોઇએ છીએ, પરંતુ પાણીમાં યોગ કરતા ઓછા લોકો જોવા મળે છે. પાણીમાં થતા યોગને એક્વા યોગ કહેવામાં આવે છે. વિશ્વ યોગ દિવસને લઈને આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નવું કરવાની ઓળખ ધરાવતા રાજકોટ શહેરમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે 60 જેટલી મહિલાઓએ સાધુવાસવાણી રોડ પર આવેલા જીજાબાઈ સ્વિમિંગ પૂલમાં પાણીની અંદર એકવા યોગા કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ પુલમાં મહિલાઓ માટે એકવા યોગાનું આયોજન સતત સાતમા વર્ષે કરવામાં આવ્યું હતું. રાજકોટ મનપા દ્વારા આયોજિત એકવા યોગમા 8 વર્ષથી લઇને 67 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગમાં ભાગ લીધો હતો.
આજના સમયમાં ખાસ કરી પગના, ગોઠણના, સાંધાના તેમજ કમરના દુ:ખાવાથી પીડાતા દર્દીઓ સંખ્યા વધુ હોય છે. જેથી તેઓ જમીન ઉપર યોગ કરી શકતા નથી, પરંતુ આ દર્દીઓ પાણીમાં સરળતાથી યોગા કરી શકે છે, જેથી તેમના માટે મનપા દ્વારા ખાસ એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી શરીરને શારીરિક અને માનસિક ફાયદો થતો હોય છે. આજે બહેનોએ પાણીની અંદર પાદહસ્તાસન, તાળાસન, વૃક્ષાસન, ત્રિકોણઆસન, પાદાનુગુસ્તાસન, વીરભદ્રાસન, વજ્રાસન, નટરાજઆસન, વજ્રાસન, ઉતાનમંડુકાસન, ભદ્રાસન, સવાસન, મકરાસન, શશાંકઆસન, પ્રાણાયમ, સહીત 15 જેટલા આસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી