સુરતમાં સરથાણાના બિલ્ડર સાથે થઈ કરોડોની છેતરપિંડી
ભાગી છુટેલા જમીન દલાલ સ હિત ત્રણની ધરપકડ
સુરતમાં લેભાગુ તત્વો વારંવાર કોને કોઈ વ્યક્તિને ઠગી રહ્યા છે ત્યારે સરથાણાના બિલ્ડર સાથે કરોડોની ઠગાઈ આચરી ભાગી છુટેલા જમીન દલાલ સ હિત ત્રણને સરથાણા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરતમાં જમીનના ભાવો આસમાને પહોંચતા લેભાગુ તત્વો પણ લોકોને ઠગવા આવી ગયા છે ત્યારે સરથામા વિસ્તારમાં બિલ્ડરને ઠગનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે સરથાણા વિસ્તારના બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાને જમીન દલાલ લવજી લાલજી એ બે ઠગો મગન નાનજી વ્યાસ તથા અંબાલાલ શંકર સુથાર સાથે મળી ઠગી લીધા હતાં. આરોપીઓએ બિલ્ડરોનો વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન બતાવી હતી જે જમીન પેટે બિલ્ડરોએ આરોપીઓને દોઢ કરોડ રૂપિયા ચુકવી દીધા હતાં. વર્ષ 2012થી ઓળખીતા દલાલ એ જમીન અપાવવાના હાને 50 પ્લોટ અપાવવાની વાત કરી 13 કરોડમાં સોદો કર્યા બાદ દોઢ કરોડ લઈ ઠગાઈ આચરી હતી. બનાવને લઈ સરથાણા પોલીસે ગુનો નોંધી ઠગ જમીન દલાલ લવજી લાલજી તથા તેના બે સાથીદારો મગન નાનજી વ્યાસ અને અંબાલાલ શંકર સુથારને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.