ચલથાણની ધરા પરથી હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર,

Featured Video Play Icon
Spread the love

ચલથાણની ધરા પરથી હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર,
ગુજરાત વિરોધી માનસિકતાનો સફાયો નિશ્ચિત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરત જિલ્લાના ચલથાણ અને કડોદરાના પ્રવાસે પહોંચ્યા હતા. ચલથાણ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં તેમણે જનમેદનીને સંબોધતા કોંગ્રેસ અને વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મહિલા સુરક્ષાથી લઈને ખેડૂત સહાય સુધીના મુદ્દે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આજે કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે હર્ષ સંઘવીનો આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સભાસ્થળે હજારોની સંખ્યામાં ઉમટી પડેલી મેદની અને ખાસ કરીને મહિલાઓની ઉપસ્થિતિ વચ્ચે હર્ષ સંઘવીએ વિપક્ષને આડે હાથ લીધો હતો.

ગૃહ મંત્રીએ આજે વિરોધી ઉપર આંકડા પસાર કર્યા હતા મહિલા વિરોધી માનસિકતા પર પ્રહાર હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “આજે હું અહીં 1000 મહિલાઓનો અવાજ બનીને આવ્યો છું. મહિલા બિલનો વિરોધ કરનારાઓને જનતાએ ઘરે બેસાડી દીધા છે. સુરત જિલ્લાના લોકોનો આભાર માનું છું કે તેમણે મહિલા વિરોધી માનસિકતા ધરાવતા તત્વોને જાકારો આપ્યો છે. સુરક્ષા અને ધાર્મિક સ્વતંત્રતા ભૂતકાળની યાદ અપાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં અંધારું થતા પહેલા બહેનોએ ઘરે પહોંચી જવું પડતું હતું જ્યારે ભાજપના શાસનમાં આજે સુરક્ષાનો એવો માહોલ છે કે દીકરીઓ આખી રાત નવરાત્રી રમી શકે છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો નવરાત્રી અને ગણેશ ઉત્સવ જેવા ધાર્મિક તહેવારો પર જોખમ ઊભું થશે. ખેડૂત સહાય અને ‘કટકી’ પ્રથાનો અંત ખેડૂતો મુદ્દે બોલતા તેમણે કહ્યું કે, અતિવૃષ્ટિના સમયે વિરોધીઓ માત્ર ફોટોસેશન કરાવતા હતા, જ્યારે રાજ્ય સરકારે 11 હજાર કરોડની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવી છે. હવે કોઈ વચેટિયાઓને ‘કટકી’ આપવી પડતી નથી.

સ્થાનિક સ્વરાજની 720થી વધુ બેઠકો પર ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા હર્ષ સંઘવીએ કાર્યકરોમાં નવો જોશ ફૂંક્યો છે. સામાજિક હોદ્દેદારો સાથેની બેઠક અને જંગી સભા બાદ હવે સુરત જિલ્લાના રાજકીય સમીકરણો કઈ દિશામાં ફંટાય છે તે જોવું રહ્યું કડોદરા-ચલથાણ નગરપાલિકા અને પલસાણા તાલુકાની સંયુક્ત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સભામાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. સુરત જિલ્લામાં કુલ ૩૫૬ બેઠકોમાંથી ૪૩ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. બાકીની ૩૧૩ બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બૂથ પ્રમુખથી લઈને બૂથ સમિતિના તમામ કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *