સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા આપના હવાલાથી રૂપિયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા આપના હવાલાથી રૂપિયા
હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો
પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ આવ્યું

દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા હવાલાથી રૂપિયા મોકલાવ્યા હોવાનુ સામેઆવ્યુ છે. હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે તો હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારા પોલિટિકલ હવાલા કાંડનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ નેટવર્ક દ્વારા છેલ્લા ચાર મહિનામાં 1 કરોડથી વધુની રકમ આંગડિયા મારફતે મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસનો ધમધમાટ તેજ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલાની ગંભીરતા જોતા આવકવેરા વિભાગને જાણ કરી દીધી છે. પોલીસ હવે નાણાકીય લેવડદેવડના હિસાબો તપાસી રહી છે, જ્યારે ઇન્કમટેક્સ વિભાગ આ બ્લેક મનીના સ્ત્રોત સુધી પહોંચવા પ્રયાસ કરશે. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના રાજકીય માહોલને પ્રભાવિત કરવા માટે ગેરકાયદેસર મનીનો ઉપયોગ થઈ રહ્યો છે

તપાસ દરમિયાન પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ આવ્યું છે, જેમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંની હેરાફેરી થતી સ્પષ્ટ દેખાય છે. પ્રાથમિક તપાસ મુજબ, આ નાણાં દિલ્હીથી સુરતના ચોક્કસ સેન્ટરો પર મોકલવામાં આવતા હતા. પોલીસ હવે આ સીસીટીવીમાં દેખાતા અન્ય શખ્સો અને આંગડિયા સંચાલકોની કડક પૂછપરછ કરી રહી છે, જેથી આ આખી ચેઈનનો પર્દાફાશ થઈ શકે છે.તો આ સમગ્ર કૌભાંડમાં દિલ્હીના હિમાંશુ પાહુજા જે અગાઉ કોંગ્રેસમાં હતો અને હાલ આપમાં છેતે તથા આકાશ મિશ્રા અને અજય તિવારીના નામો સામે આવ્યા છે. હાલ આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *