સુરતમાં વન વિભાગ મહિલા અધિકારીને ગોળી વાગી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વન વિભાગ મહિલા અધિકારીને ગોળી વાગી
આરએફઓ તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી લોહીલુહાણ
આરએફઓના પતિ સુરત આરટીઓમાં ઈન્સ્પેક્ટર

સુરતના વન વિભાગના મહિલા આરએફઓ અધિકારી પુત્ર સાથે કારમાં સવાર હતા ત્યારે તેમને માથામાં ગોળી વાગી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં તેમના મગજના ભાગેથી ગોળી બહાર કઢાઈ હતી હાલ 72 કલાક સ્થિતિ ક્રિટિકલ હોવાનુ સામે આવ્યુ છે.

સુરતમાં અડાજણ વન વિભાગની ઓફિસમાં આરએફઓ તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી ગુરૂવાર 6 નવેમ્બર કામરેજ-જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. સોનલબેન પાંચ વર્ષીય પુત્ર સાથે કામરેજના જોખાગામથી કારમાં અડાજણ જવા નીકળ્યાં હતાં, પરંતુ રસ્તામાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાં હતાં. મહિલા આરએફઓને કાનના નીચેના ભાગેથી વાગેલી ગોળી ડાબી બાજુ મગજના ભાગે અટકી ગઈ હતી, જેને હોસ્પિટલમાં કાઢવામાં આવી હતી. હાલ મહિલા અધિકારીની 72 કલાકથી ક્રિટિકલ છે. બીજી તરફ મહિલા આરએફઓનો કૌટુંબિક ઝઘડો પતિ સાથે ચાલી રહ્યો હોય અને કોર્ટમાં કેસ હોવાનુ સામે આવ્યુ છે. તો મહિલા આરએફઓના પતિ સુરત આરટીઓમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *