સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતોનો હલ્લાબોલ

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતોનો હલ્લાબોલ
સરકારના પાવરગ્રીડ પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ
વળતર નહીં તો ટાવર નહીંના નારા ખેડૂતોએ લગાવ્યા

સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતોનો હલ્લાબોલ કરી સરકારના પાવરગ્રીડ પરિપત્રની હોળી કરી ઉગ્ર વિરોધ કર્યો હતો સાથે ખેડૂતોની એક જ માંગ જોવા મળી હતી વળતર નહીં તો ટાવર નહીંના નારા ખેડૂતોએ લગાવ્યા હતાં.

સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા સહિતના વિવિધ તાલુકાના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા પાવરગ્રીડ પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ તેમની ખેતીની જમીનમાં વીજ ટાવર ઉભા કરી રહી છે, જેના કારણે ખેતી અને જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે પાવરગ્રીડના ટાવર માટે બજાર કિંમત મુજબ અથવા ચાર ગણું વળતર ચૂકવવામાં આવે.

ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે વળતર નહીં તો ટાવર નહીં. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સરકારને પરિપત્રમાં ફેરફાર કરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર આપવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *