અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે આજથી 4 મિલિયન ટ્રી મિશન અભિયાન
69 કરોડનો ખર્ચે 5 ખાનગી એજન્સીઓને વૃક્ષો વાવવાંનો કોન્ટ્રાકટ અપાયો
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એએમસીએ કર્યું વૃક્ષારોપણ.
40 લાખ વૃક્ષ વાવવાનું અભિયાન એએમસીએ શરૂ કર્યું.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા માટે વૃક્ષ વાવવા સિંદૂર વનમાં મિશન 4 મિલિયન અંતર્ગત વૃક્ષો વાવવાનું અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે, દેશ સહિત સમગ્ર વિશ્વમાં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે, જેના પગલે ગરમીનો પારો ખુબ જ ઉપર પહોંચ્યો છે.
અમદાવાદ શહેરના નાગરિકો આગામી વર્ષો સુધી શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે, તેમના ભાગે પૂરતું ભૂગર્ભ જળ રહે તેવા ઉદ્દેશ સાથે મ્યુનિ. શહેરના પર્યાવરણની જાળવણી પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે. એક તરફ હવાનું પ્રદૂષણ ઘટાડવામાં અમદાવાદ છેલ્લા ચાર વર્ષમાં મહત્વની કામગીરી કરી શક્યું છે. શહેરમાં વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવર વધારવાના મામલે ખુદ વડાપ્રધાને અમદાવાદના વખાણ કર્યા છે. તો બેંગલુરુ જેવી સ્થિતિ અટકાવવા શહેરના ભૂગર્ભજળને ઉપર લાવવા માટે મ્યુનિ. દ્વારા વર્ષે 100 કરોડથી વધારેની રકમ ખર્ચ કરવામાં આવી રહી છે, પર્યાવરણ દિવસ નિમિત્તે મ્યુનિ. ફોર મિલિયન ટ્રી મિશનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગતપુર બ્રિજ પાસે મ્યુનિ.ના પ્લોટમાં સિંદૂરના છોડ રોપી ફોર મિલિયન ટ્રી અભિયાનનો આરંભ કરાવ્યો છે. ઓપરેશન સિંદૂરને પગલે મ્યુનિ. દ્વારા સિંદૂર વન બનાવવાનું આયોજન કરાયું છે જેને પગલે અમદાવાદ પાલિકા મેયર વિગતવાર માહિતી આપી છે
આ સિંદૂર વનમાં કુલ 12 હજાર વૃક્ષો ઉગાડાશે, જેમાંથી 551 વૃક્ષ સિંદૂરનાં હશે. ગયા વર્ષે 30 લાખ છોડ ઉગાડાયાં હતાં, જેમાં મ્યુનિ.એ દાવો કર્યો હતો કે, 85 ટકા છોડ જીવી રહ્યા છે. જ્યારે આ વખતે આ રેશિયો 90 ટકા લઈ જવાનો છે. આ વખતે વિવિધ પ્રજાતિના કુલ 35 થી વધુ છોડ રોપવામાં આવશે. અમદાવાદ પાલિકા 3 વર્ષમાં 66.21 કરોડનો ખર્ચ કરી 70.94 વૃક્ષ ઉગાડાયા છે. અને હવે ફોર મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત 40 લાખ વૃક્ષ માટે મ્યુનિ. 69 કરોડનો ખર્ચ કરશે. જે માટે 5 ખાનગી એજન્સીઓને વૃક્ષો વાવવાં માટેનો કોન્ટ્રાકટ અપાયો છે જેમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ ઉગાડવામાં આવશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી