રાજકોટ કલેક્ટરે તોલમાપના અધિકારીનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો
સેન્ડી ઇલેક્ટ્રોનિકના માલિક પાસે લાંચ માગી હતી
અધિકારી દ્વારા કારખાનેદાર પાસે રૂપિયા 25,000ની લાંચ માંગી
તારીખ 4 જુને રાજ્યસભાનના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ તોલમાપ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો હતો. કુવાડવા પાસે કારખાનું ધરાવતા અને સાંગણવા ચોક પાસે સેન્ડી ઇલેક્ટ્રોનિક દુકાન ધરાવતા હરિસિંગ સુચારીયા પાસે તોલમાપના અધિકારીએ તોડ કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે કલેક્ટરે આ મામલો સામે આવતા તાત્કાલિક એક્શન લીધા છે અને ખૂબ જ ગંભીર બાબત પર સરકારના તમામ વિભાગો પોત પોતાની રીતે એક્શન લેશે તમામ ખાતાકિય તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. સાથે આ બાબતે રાજ્ય સરકાર તરફથી રિપોર્ટ માંગવામાં આવ્યો હતો
રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા ગઈકાલે ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે તોલમાપ ખાતાના અધિકારી દ્વારા શહેરના એક કારખાનેદાર પાસે રૂપિયા 25,000ની લાંચ માંગી હતી, પરંતુ તેમના ફોન બાદ અધિકારીએ લાંચની રકમ પરત આપી દીધી હોવાની વાત સાંસદે કરી હતી. આ બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ મામલે તોલમાપ વિભાગને જાણ કરી છે અને તપાસ માટે ટીમો મૂકી દેવાઈ છે અને ખાતાકીય રાહે તપાસ શરૂ થઈ ગઈ છે. આ ખૂબ જ ગંભીર બાબત છે અને એમાં સરકારના તમામ વિભાગો પોત પોતાની રીતે એક્શન લેશે. તોલમાપ વિભાગનાં નિયંત્રણ અધિકારી હોય છે અને તેના દ્વારા તપાસ કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટમાં આપવામાં આવ્યો હતો અને તે અમે આપી દીધો છે. રાજકોટના કુવાડવા રોડ પર કૂલર ઍન્ડ હોમ એપ્લાયન્સીસનો બિઝનેસ ધરાવતા હરિસિંહ સુચારીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ચાર પાંચ દિવસથી મહારાષ્ટ્ર એક કાર્યક્રમમાં હતો. બાદમાં મંગળવારે બપોરે 1:30 વાગ્યે હિરાસર પાસેની મારી સંગીતા એપ્લાયન્સીસ અને સેન્ડી ઇલેક્ટ્રોનિકની ફેક્ટરીએ ગયો હતો. બાદમાં બપોરે 3:30 વાગ્યે તોલમાપ ખાતાના અધિકારીઓ આવ્યા હતા. જેઓએ સૌથી પહેલા અલગ અલગ વસ્તુઓનું ચેકિંગ કર્યું હતું અને હોમ એપ્લાયન્સના બોક્સ ઉપર યોગ્ય લખાણ લખવામાં આવ્યું નથી તેમ કહી પહેલા 87,500 માંગવામાં આવ્યા હતા. બાદમાં 50,000 માં આવ્યા હતા.
રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ આજે પ્રેસનોટ જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટની ભાગોળે આવેલા એક એકમમાં રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા એક સરકારી ખાતાના અધિકારીઓએ ગઈકાલે દરોડો પાડી, તેમની કહેવાતી ગેરરીતિ સબબ સેટલમેન્ટ કરી અમુક રકમ દંડ તરીકે વસુલી તેની પહોંચ આપી હતી. તેમજ આ કહેવાતા સેટલમેન્ટના ભાગરૂપે 25000 જેવી રકમનો તોડ કર્યો હતો. આ બાબતે એકમના માલિકે અમને ફરિયાદ કરી હતી. જેથી અમે આ લાંચ લેનાર અધિકારીને આ બાબતે ઠપકો આપતા તેઓએ 10 જ મિનીટમાં આ લાંચની રકમ 25000 એકમના માલિકને પરત કરી આપી છે. જેથી તેમને રાહત થઇ અને અમારો આભાર માન્યો છે. આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, કોઈપણ સરકારી અધિકારીઓ દ્વારા આપની સામે નિયમ વિરુદ્ધ ખોટી રીતે કાર્યવાહી કાવામાં આવે કે કોઈ રકમની માંગણી કરાવામાં આવે તો અમારો સંપર્ક કરવો. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી