સુરતમાં સચીન પોલીસે ઘરફોડ ચોરી ઝડપી
ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના અને રોકડ કબ્જે કરી
ચોરીને અંજામ આપનાર રીઢા પ્રકાશ ઉર્ફે દેવનાથ પપ્પુ નાથને ઝડપ્યો
સુરતમાં સચીન પોલીસે ઘરફોડ ચોરી કરનાર તથા મોબાઈલ ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના અને રોકડ કબ્જે કરી હતી.
સુરતના સચીન પોલીસ મથક વિસ્તારમાં ગત 26મી એપ્રિલના રોજ બોણંદગામ અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા વિનોદકુમાર રાજપુતના ઘરમાંથી તાળુ તોડી અજાણ્યાઓલાખોની મત્તા ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હોય જે મામલે સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચના બાદ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સહદેવસિંહ અને રાહુલસિંહ તથા અપોકો દશરથભાઈને મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા પ્રકાશ ઉર્ફે દેવનાથ પપ્પુ નાથને ઝડપી પાડી તેની પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત નો મુદ્દામાલ કબ્જે કરી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
