સુરતના ઉમરપાડાથી લાખોના દારૂ ઝડપાયા
ગોપાલીયા ગામેથી પોલીસે 4,27,715 નો દારૂ ઝડપી પાડ્યો
આ ગુનામાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગોપાલીયા ગામ નિશાળ ફળિયામાં મિથુન વસાવા ના ઘરમાં સંતાડી રાખેલ રૂ .4,27,715/નો મુદ્દા માલ ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ.
સુરત જિલ્લા ગ્રામ્યએલસીબી પોલીસ ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પી આઈ ભટોળ પીએસઆઇ જે એલ પટેલ, મુકેશભાઈ, નરેશભાઈ દિનેશભાઈ પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ચોક્કસપણે મળેલ બાતમીના આધારેઉમરપાડા ગોપાલિયા નિશાળ ફળિયા માં રહેતા મિથુનભાઈ વસાવા ના ઘરે કાચા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે જેમાં અમરસિંહ વસાવા અને મિથુન વસાવા બંને જણા વિદેશી દારૂનો છૂટક વેચાણ કરે છે જેથી રેડ કરતાં ઉપરોક્ત વાતને હકીકત મુજબના ઈસમો હાજર મળી આવેલ ન હોય એની જગ્યાએ એક મહિલા મળી આવેલ હતી જેથી તેને હાજર રાખી મિથુન વસાવાની ઘરની જડતી કરતા તેના કાચા મકાનમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કુલ કિંમત ₹4, 27, 715 નો મુદ્દા માલ કબજે કરી અને પોતાના ઘરમાં વિદેશી દારૂ સંતાડી રાખનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.