સુરતમાં એક ઢોંગી ભૂવાના કારસ્તાનનો પર્દાફાશ
માતાજીની કૃપા અને ધાર્મિક વિધિના નામે યુવતી સાથે બળાત્કાર
હોટલમાં બોલાવી ઘેનયુક્ત પ્રસાદી ખવડાવી બળાત્કાર ગુજાર્યુ
સુરતમાં એક ઢોંગી ભૂવાના કારસ્તાનનો પર્દાફાશ થયો હોય તેમ માતાજીની કૃપા અને ધાર્મિક વિધિના નામે યુવતીનો વિશ્વાસ જીતી, તેને હોટલમાં બોલાવી ઘેનયુક્ત પ્રસાદી ખવડાવી બળાત્કાર ગુજાર્યુ હતું. બનાવને લઈ યુવતીની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે ગુનો નોંધી આરોપી ભુવાની ધરપકડ કરી હતી.
સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024 દરમિયાન યુવતી અને નરેશ ચૌહાણનો સંપર્ક થયો હતો. યુવતીના ઘરે કુળદેવીની વિધિના બહાને આવેલા નરેશ ચૌહાણ સાથે પરિચય વધ્યો હતો. ત્યારબાદ બંનેએ મોબાઇલ નંબરની આપલે કરી હતી અને સોશિયલ મીડિયા મારફતે પણ સંપર્કમાં રહ્યા હતા. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. ફરિયાદ મુજબ નરેશ ચૌહાણે યુવતીને સિંગણપોર વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી હતી. ત્યાં માતાજીનો પ્રસાદ હોવાનું કહી તેને ઘેનયુક્ત ખવડાવ્યો હતો. પ્રસાદી ખાધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ યુવતીને નિર્વસ્ત્ર કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનુ ફરિયાદમાં યુવતિએ કહ્યુ હતું. સાથે કહ્યુ હતુ કે ઘટનાની જાણ કોઈને કરશે તો ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. હાલ તો યુવતીની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે ગુનો નોંધી નરાધમ ભુવા નરેશ ચૌહાણની ધરપકડ કરી છે. તો પ્રાથમિક તપાસમાં આરોપીના સોશિયલ મીડિયા પર માતાજી આવતા હોવાનો દાવો કરતા અનેક વીડિયો પણ સામે આવ્યા છે. લોકોની ધાર્મિક લાગણીઓનો લાભ લઈ ગેરમાર્ગે દોરવાના એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
