સુરતમાં લેપ્ટોનો એક કેસ નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લામાં લેપ્ટોના પ્રથમ કેસ નોંધાયો
આ સીઝનનો લેપ્ટોસ્પાયરોસીસમાં પ્રથમ દર્દી સિવિલમાં દાખલ
બારડોલીની એક મહિલાને લેપ્ટોસ્પાયરોસીસની બીમારીમાં સપડાઈ
મહિલાને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ
ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવનાર લેપ્ટોનો પ્રથમ દર્દી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સુરત જિલ્લાના બારડોલીની મહિલા દર્દીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ હાહાકાર મચાવે છે. આ વર્ષે સુરત જીલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસમાં પ્રથમ દર્દી ઝપેટમાં આવી છે. બારડોલીની એક મહિલાને લેપ્ટોસ્પાયરોસીસની બીમારીમાં સપડાઈ છે. મહિલાને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અતંરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાયરોસીસ તરખાટ જોવા મળતો હોય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લામાં લેપ્ટોના પ્રથમ કેસ નોંધાયો છે. લેપ્ટોસ્પાયરોસીસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. તો દક્ષિણ ગુજરાતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાયરોસીસના કુલ 5 કેસ અને ગત વર્ષ 2024માં લેપ્ટોસ્પાયરોસીસના કુલ 22 દર્દી માંથી 5 દર્દીના મોત થયા હતાં.