સુરતમાં જન્મ દિવસે જ વિદ્યાર્થીનો આપઘાત
ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
પુત્રને ગળે ફાંસો ખાધેલો જોઈ પિતા ચોકી ઉઠ્યા
ઘટનાને લઈ સ્થાનિકો દોડી આવી પોલીસને જાણ કરી
સુરતમાંઆપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ધોરણ 9માં અભ્યાસ કરતા એક 16 વર્ષિય કિશોરએ જન્મદિવસે જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાં જન્મ દિવસના દિવસે જ ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલ ભેસ્તાન વિજય લક્ષ્મી નગરમાં રહેતા અને ધોરણ 9માં અભ્યાસ કરતા 16 વર્ષીય આસુતોષ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. પિતા પુત્રનો જન્મદિન મનાવવા દુકાનેથી કેક લઈને ઘરે આવ્યા હતા ત્યારે પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પિતા ચોકી ઉઠ્યા હતા અને બૂમાબૂમ કરી મુકી હતી. ઘટનાને લઈ સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેને લઈ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થ મોકલી આપ્યો હતો. જો કે વિદ્યાર્થીના આપઘાતને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યુ છે. પરંતુ વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યુ તે જાણી શકાયુ નથી.