અમદાવાદમાં સ્કુલોને બોમ્બથી ઉડાવવાની મળેલી ધમકી
સુરતમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા તપાસ
પોલીસ કંટ્રોલ રૂમ અને સીસીટીવીમાં નજર
સુરતમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા અમદાવાદમાં સ્કુલોને બોમ્બથી ઉડાવવાની મળેલી ધમકીને લઈ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદમાં અલગ અલગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવા અંગે મળેલ ધમકી અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા એલર્ટ મોડ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો આ અંગે એસઓજી દ્વારા જણાવાયુ હતું કે અમદાવાદમાં સ્કૂલોમાં બોમ્બના મેસેજને લઈ સુરત શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અમદાવાદ બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમ અને સીસીટીવીમાં નજર રાખવામાં આવી રહી છે. અને શહેરની મોટી હોટેલ માં ચેકીંગ કર્યું અને સૂચનાઓ આપવામાં આવી છે. જેસીપી કક્ષાના અધિકારીઓ તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપી એલર્ટ રહેવા જણાવાયુ છે. તો સુરત શહેર એસઓજીની ટિમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને બાતમીદારો ને એક્ટિવ કર્યા છે તેમ કહ્યું હતું.
