ઉપલેટામાં રોગચાળાને લઇ સરકારની હોસ્પિટલમાં દર્દીઓ

Featured Video Play Icon
Spread the love

ઉપલેટામાં રોગચાળાને લઇ સરકારની હોસ્પિટલમાં દર્દીઓ
હોસ્પિટલ તંત્ર તમામ સુવિધાને પોંહચી વળવા સજજ

રાજકોટ જિલ્લાનાં ઉપલેટા સરકારની હોસ્પિટલમાં હાલ વાઇરલ ઇન્ફેક્શન ને લઇને સરદી, ઉધરસ તેમજ વાઇરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે

હાલ વરસાદી ઋતુ ચાલું હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય , લોકોના ઘર પાસે પાણીનાં ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્ચોરોને લઇ લોકોમાં રોગચાળો ફેલાય છે જેને લઇ વાઇરસ તાવ મેલેરિયા, ટાઇફોઇડ, તેમજ સરદી ઉધરસ નાં દર્દીઓમાં વધરો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારની હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ઘસરો જોવા મળે છે ત્યારે હાલ ફકત સરકારની હોસ્પિટલમાં રોજના આવા વાઇરલ ઇન્ફેક્શન અને સરદી ઉધરસ નાં 500 થી વધુ O.P.D. થતી હોવાનું સિવિલ સુપ્રિંટેન્ડ અને, મેડીકલ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વાઇરલ ઇન્ફેક્શનની બીમારીઓમાં તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે. જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનુ પણ જણાવ્યું હતું,અને લોકોને વાતવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *