સુરત મનપાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું
મહાનગર પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધર્યુ
આરોગ્ય વિભાગ દ્વારા સાફ સફાઈ અભિયાનની સાથે દવાનો છંટકાવ કરાયો
સુરતમાં આવેલા ખાડીપુરના પાણી ઓસરતા હવે સુરત મહાનગર પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધર્યુ છે. મીઠીખાડીના આસપાસના વિસ્તારોમાં પાલિકા દ્વારા સફાઈ સાથે દવાનુ છંટકાવ શરૂ કરાયુ છે.
સુરતમાં ગત રવિવારથી પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો સાથે સુરતમાં ખાડીપુરની સ્થિતિ પણ સર્જાઈ હતી. ખાડીમાં આવેલા પુરને લઈ આજુબાજુની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ જતા તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે ચાર દિવસથી ભરાયેલા પાણી હવે ઉતરવાની શરૂઆત થઈ છે. ત્યારે મીઠીખાડી વિસ્તારમાં ખાડી પુરના પાણી ઓસરતા સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયુ છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાફ સફાઈ અભિયાનની સાથે દવાનો છંટકાવ પણ કરાયો છે. જેથી રોગચાળો ફાટી ન નિકળે.