સુરતના પાલ વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ
શીતલ ફોટો-સ્ટુડિયોના રિસેપ્સનિસ્ટની ધરપકડ
આરોપી અર્જુન કથારિયાએ બ્લેકમેલ કરી આચર્યું દુષ્કર્મ
50 લાખના દાગીના, 2.59 લાખ રોકડ પડાવ્યા
પરિણીતાની સાથે મિત્રતા કેળવી શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્સનિસ્ટે ઈમોસનલ બ્લેકમેલ કરી પરિણીતાને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યા બાદ 50 લાખના ઘરેણા અને અઢી લાખની રોકડ લઈ લીધી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે ત્યારે પાલ પોલીસે હાલ એક બળાત્કારીની ધરપકડ કરી છે. પાલ પોલીસ મથકે પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્સનિસ્ટ અર્જુન કથારિયાએ તેણી સાથે મિત્રતા કેળવી હતી અને પરિણીત પિડાતા અર્જુનને મદદ કરવા જતા તેણે ઈમોશનલ બ્લેકમેલ કરી પાલની ફોર સીઝન હોટલમાં લઈ જઈ છ વખત બળાત્કાર ગુજાર્યો હતો. અને મિત્રતા સમયે આરોપી અર્જુન કથારિયાએ પરિણીતા પાસેથી 50 લાખના ઘરેણાં તથા રોકડ અઢી લાખથી વધુ પડાવ્યા હોવાનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરાયો હોય જેના આધારે પાલ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ અર્જુન કથારિયાની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.