સુરત જિલ્લાના માંડવી નગરમાં ચોરોનો તરખાટ
નગરમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે ચોરો લાભ ઉઠાવી રહ્યા
નિવૃત ડીવાયએસપી ચંદુભાઈ પોસલા ચૌધરીના ઘરે ચોરી
માંડવીમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ચોરી થવા પામેલ છે નગરમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે ચોરો લાભ ઉઠાવી રહ્યા છે.
માંડવીમાં ચોરોને પોલીસનો ડર રહ્યો નથી જેના કારણે લોકો ચિંતીત બન્યા છે. માંડવી નગરમાં અંકુર સોસાયટીમાં રહેતા નિવૃત Dysp ચંદુભાઈ પોસલા ચૌધરી ના ઘરે ચોરી થતા ત્રણ સોનાની ચેન, બે વીટી, એક લુસ, ચાંદીના સિક્કા તથા રાધાકૃષ્ણ મૂર્તિની ચોરી કરી.વિનોદભાઈ દાગડીયાની પટેલ રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલી ડિઝાયર ગાડી ના કાચ તોડી બેગ ચોરી ગયા જેમાં રૂપિયા 10000 હતા.તરસાડા બાર ગામે સર્કલ નજીકથી કારમાંથી બેગ ચોરી ગયા. પોલીસ તંત્ર સ્થળ પર જઈ તપાસ કરી રહી છે…