વડોદરામાં ધારાસભ્ય કેતન ઈનામદારનું ચર્ચાસ્પદ નિવેદન
અમારો ઉમેદવાર એકલો મત માંગે તો ના આપશો.
જો પેનલ તૂટશે તો પરિણામ હાર સમાન ગણાશે.
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે સાવલી નગર પાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર કર્યો હતો. તેમણે મતદારોને ટકોર કરી હતી કે, અમારો ઉમેદવાર એકલો મત માંગે તો ના આપશો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યાં છે. મતદાન યોજાય તે પહેલા રાજકીય પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. વડોદરાની સાવલી નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મતદારોને ટકોર કરતાં કહ્યું હતું કે, અમાંરો ઉમેદવાર એકલો મત માંગો તો ના આપશો. પેનલ ટુ પેનલ મતદાન કરજો.
ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે સાવલી નગર પાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર કર્યો હતો. તેમણે મતદારોને ટકોર કરી હતી કે, અમારો ઉમેદવાર એકલો મત માંગે તો ના આપશો. પેનલ ટુ પેનલ મતદાન કરજો. તેમણે આખી પેનલ માટે મતદાન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પેનલ તૂટશે તો પરિણામ હાર સમાન ગણાશે. તેમણે પક્ષની એકતા જાળવવા કડક અપીલ કરી હતી. ધારાસભ્યના નિવેદનથી રાજકારણમાં ગરમી પ્રસરી જવા પામી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
