જુનાગઢ : માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામનાં રાકેશ ડાભી નામનો યુવાન સહીદ
રાકેશ ડાભી પાર્થિવ દેહ આવતા ચોરવાડ શહેર હીબકે ચઢ્યું
ગાર્ડ ઓફ ઓનર આપી તેમનાં પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
રાકેશ ડાભીના પરીવારમાં બે ભાઇઓ છે તેમાનો આ નાનો ભાઇ રાકેશ ડાભી હતો જ્યારે આ સામાન્ય પરીવારમાં માતાપિતા મંજુરી કામ કરી બન્ને બાળકોને શિક્ષણ અપાવ્યું હતું અને પરીવારમાં માતાપિતા અને બન્ને ભાઇઓ હતાં જેમાં રાકેશ ડાભી નાનો હતો જે સહીદ થતાં આજે પોતાના વતન એવા ચોરવાડ ગામે તેમનો પાર્થિવ દેહ આવતા ચોરવાડ શહેર હીબકે ચઢ્યું છે
આજે શહીદનો પાર્થીવ દેહ વતન પરત આવતા ચોરવાડ ગામ સ્વયંભુ બંધ હિમસ્ખલન થતાં ભારતીય સેનામાં ફરજ બજાવતા જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયા હતા આ જવાન સિયાચેનમાં ફરજ બજાવી રહ્યો હતો ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી અગ્નિવીરના પદ પર નોકરી ઉપર ગયા હતા જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના રહેવાસી રાકેશભાઈ ડાભી 24/2/2023થી અગ્નિવીરના પદ પર નોકરીએ ગયા હતા હતા સેનામાં તેમની પહેલી પોસ્ટ આસામ અને બીજી પોસ્ટ લેહ લદાખમાં હતી આર્મીમાં 19 મહાર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા ચોરવાડના જવાનની પોસ્ટિંગ સિયાચેનમાં હતા અને બે વર્ષથી મહાર યુનિટમાં ચોરવાડનો યુવાન ફરજ બજાવી રહ્યો હતો. લેહના બરફના તોફાનમાં ચોરવાના યુવાન સહિત અન્ય બે યુવાનો શહીદ થયા હતા જેમનો આજે પાર્થિવ દેહને પોતાના વતન ચોરવાડ ખાતે લાવતા ચોરવાડ ગામ હીબકે ચઢ્યું. આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી તેમનાં પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા…
