તાપી : ચિખલદાના સરપંચ લોકોના જીવનમાં લાવી રહ્યા છે બદલાવ
યુવા સરપંચ રીપીન ગામીત ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી
સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવા ઇન્સ્ટાગ્રામ કરે છે ઉપયોગ
તાપી ના ચિખલદા ગામ ના સરપંચ લોકોના જીવનમાં લાવી રહ્યા છે બદલાવ માત્ર ક્ષેત્ર જ દિવસના સરકારી યોજનાઓની 11.50 લાખ લોકો સુધી પહોંચ્યા છે ત્યારે દરેક વીડિયોના 25000 જેટલા વ્યુ મળે છે અને 125 થી વધુ લોકોને લાભ અપાવ્યા છે અને ઇન્સ્ટાગ્રામવધુ શક્તિશાળી છે અને સમગ્ર રાજ્યમાંથી લોકોને જાણકારી મોકલે છે
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદાના યુવા સરપંચ રીપીનભાઈ ગામીતે ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી છે. તેઓએ વિવિધ સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવા ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરે છે.ત્યારે વધુમાં રીપીનભાઈ જણાવે છે કે મારો હેતુ ફક્ત ગામલોકોને સરકારી યોજનાઓ સરળ ભાષામાં સમજાવવાનો હતો. જો મારા વીડિયો જોઈને કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે કે કોઈ ખેડૂતને સહાયની માહિતી મળે, તો દરેક વ્યૂઝની કિંમત વસૂલ છે. જો કે, અત્યાર સુધીમાં તેઓએ ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય, ખેડુતો માટેની યોજના, કુંવરબાઇ મામેંરુ,વ્હાલી દીકરી યોજના, ફ્રી શીપ કાર્ડ,વ્યક્તિગત આવાસ યોજના સહિત ૨૦ જેટલી યોજનાઓની માહિતીસભર રિલ્સ બનાવી અપલોડ કરી છે.
