માંડવીના શુકનવિલા ખાતે અગત્યની બેઠક યોજાઈ

Featured Video Play Icon
Spread the love

માંડવીના શુકનવિલા ખાતે અગત્યની બેઠક યોજાઈ
રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ મહિડા બેઠકમાં ઉપસ્થિત
72 કલાકના ત્રણ દિવસીય માંડવી વિધાનસભા પ્રવાસ અંતર્ગત બેઠક

માંડવીના શુકનવિલા ખાતે રાજ્ય સરકારના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા જી 72 કલાકના ત્રી દિવસીય માંડવી વિધાનસભા પ્રવાસ અંતર્ગત અગત્યની બેઠક યોજાઈ

આગામી તા. ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય સરકારના માનનીય મંત્રીશ્રી સંજયસિંહ મહિડાજીના ૭૨ કલાકના ત્રિદિવસીય માંડવી વિધાનસભા પ્રવાસ અંતર્ગત યોજાનાર વહીવટી તથા સંગઠનાત્મક કાર્યક્રમોની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ શુકનવિલા ખાતે સુરત જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષસ્થાને તથા ૧૫૭ – માંડવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિજીની વિશેષ ઉપસ્થિતિમાં અગત્યની બેઠક યોજાઈ. આ બેઠકમાં સુરત જિલ્લા ભાજપાના મહામંત્રીશ્રી જગદીશભાઈ પારેખ, શ્રી અંકુરભાઈ દેસાઈ અને શ્રી રોહિતભાઈ પટેલ, તાપી જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી નિખિલભાઈ શેઠ, માંડવી નગર ભાજપા પ્રભારીશ્રી અજીતસિંહ સુરમા, માંડવી નગર ભાજપા પ્રમુખશ્રી પ્રિતેશભાઈ રાવળ, માંડવી તાલુકા ભાજપા પ્રમુખશ્રી આતિષભાઈ ચૌધરી, અરેઠ તાલુકા ભાજપા પ્રમુખશ્રી અનિલભાઈ ચૌધરી, ઉકાઈ તાલુકા ભાજપા પ્રમુખશ્રી વિક્રમભાઈ ગામીત, અરેઠ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મુકેશભાઈ ચૌધરી, માંડવી એપીએમસી પ્રમુખશ્રી લલ્લુભાઈ ચૌધરી, માંડવી નગર ભાજપા મહામંત્રીશ્રી શાલિનભાઈ શાહ, માંડવી તાલુકા ભાજપા મહામંત્રીશ્રીઓ હિતેશભાઈ ચૌધરી અને છનાભાઈ વસાવા, અરેઠ તાલુકા ભાજપા મહામંત્રીશ્રી અલ્પેશભાઈ પટેલ સહિત અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા. આગામી ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન યોજાનાર વહીવટી તથા સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારુ આયોજન, સ્થાનિક પ્રશ્નો, જનસુવિધાઓ અને વિભાગવાર જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. જનસેવા, સુશાસન અને માંડવી વિધાનસભાના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે સંગઠન અને વહીવટીતંત્રના સમન્વયથી સફળ આયોજન તરફ એક મહત્વપૂર્ણ પગલું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *