સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માત
બીઆરટીએસની રેલિંગ સાથે કાર અથડાતાં કારના ફુરચા ઉડ્યા
બીઆરટીએસની જોખમી રેલિંગ સામે વાહનચાલકોમાં રોષ
વારંવાર અકસ્માત છતાં તંત્રની કામગીરી સામે સવાલો

સુરતમાં બીઆરટીએસની રેલિંગ વાહનચાલકો માટે જોખમી બની રહી હોય તેમ ભેસ્તાન ચાર રસ્તા પાસે વધુ એક કાર બીઆરટીએસની રેલિંગ સાથે અથડાતાં કારના ફુરચા ઉડી ગયા હતાં.

સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે બીઆરટીએસની રેલિંગ સાથે વધુ એક કાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. બીઆરટીએસની આ રેલિંગ અગાઉ પણ અકસ્માતોનું કારણ બની હોવાની ફરિયાદો ઊઠી રહી છે. વારંવાર અકસ્માતો સર્જાતાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયાં છે કે કેમ તે સવાલ છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વાહનચાલકોની સુરક્ષા માટે જોખમી રેલિંગ અંગે તંત્ર ક્યારે નિર્ણય લેશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *