સુરતમાં તાપી નદીના કોઝવેની સપાટી ઘટતાં મનપાની ચિંતા વધી
કોઝવે પર પાણીનું સ્તર ઘટીને 5.35 મીટરે પહોંચ્યું
ઉકાઈ ડેમમાંથી 1500 ક્યુસેક પાણી છોડવા માંગ
પાણી છોડવા સુરત મનપાએ તંત્રને પત્ર લખ્યો
તાપી નદીમાં પાણીનું સ્તર જાળવવા મનપાની કવાયત શરૂ કરી
સુરતમાં તાપી નદીના કોઝવેની સપાટી ઘટતાં મહાનગર પાલિકાની ચિંતા વધી હોય તેમ પાણીનું સ્તર 5.35 મીટરે પહોંચતાં ઉકાઈ ડેમમાંથી 1500 ક્યુસેક પાણી છોડવા માટે તંત્રએ પત્ર લખ્યો છે.
સુરતમાં તાપી નદીના કોઝવેની સપાટી ઘટીને 5.35 મીટરે પહોંચી છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ઉકાઈ ડેમ ઓથોરિટીને 1500 ક્યુસેક પાણી છોડવા માટે પત્ર લખવામાં આવ્યો છે. બીજી તરફ, તાપી નદીમાં વધી રહેલી જળકુંભીની સમસ્યાને દૂર કરવા બે મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે. જેના દ્વારા દરરોજ 30થી 35 ક્યુબિક મીટર જળકુંભી દૂર કરવામાં આવે છે. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં જળકુંભીની સફાઈ પાછળ 2.17 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાની માહિતી સામે આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
