સુરતના રૂસ્તમપુરામાં સ્વચ્છતાના દાવા વચ્ચે ગંદકીના ઢગલા
ઉર્દૂ શાળા નં. 20 અને કુમાર કેન્દ્ર નં. 5 પાસે કચરાના ઢગલા
ગંદકીથી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો પરેશાન
સફાઈ વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ
કચરાનો તાત્કાલિક નિકાલ કરવાની સ્થાનિકોની માંગ
સુરત મહાનગર પાલિકાના સ્વચ્છતાના દાવા વચ્ચે રૂસ્તમપુરામાં ગંદકીના ઢગલા જોવા મળતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉર્દૂ માધ્યમ શાળા ક્રમાંક-20 અને કુમાર કેન્દ્ર નંબર-5 પાસે કચરાના ઢગલા ખડકાતાં વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો પરેશાન છે.
સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 13માં આવેલી ઉર્દૂ માધ્યમ શાળા ક્રમાંક-20 અને કુમાર કેન્દ્ર નંબર-5 પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી. સફાઈ થયા બાદ થોડા જ સમયમાં ફરી કચરાના ઢગલા થઈ જાય છે. શાળાની આસપાસ ફેલાતી ગંદકીના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ સમસ્યા ઉકેલવા માટે ફરકતા પણ નથી. ત્યારે સ્થાનિકોએ માત્ર દેખાવ પૂરતી નહીં, પરંતુ કાયમી સફાઈ વ્યવસ્થા કરવાની માગ કરી છે.
