ઓડિશાવાસી પરિવાર દ્વારા તુલસી વિવાહનો ભવ્ય મહોત્સવ યોજાયો

Featured Video Play Icon
Spread the love

ઓડિશાવાસી પરિવાર દ્વારા તુલસી વિવાહનો ભવ્ય મહોત્સવ યોજાયો
છેલ્લા 12 વર્ષથી પરંપરાગત રીતે થાય છે આયોજન
ત્રણ દિવસીય ધાર્મિક ઉત્સવમાં ભજન અને ભોજનના કાર્યક્રમો યોજાયા
સંધ્યાના ધાર્મિક કાર્યક્રમોમાં હજારો ભાવિક ભક્તો જોડાયા
ભક્તિમય માહોલમાં તુલસી વિવાહ મહોત્સવ સંપન્ન થયો

છેલ્લા 12 વર્ષથી પરંપરાગત રીતે ઓડિશાવાસી પરિવાર દ્વારા તુલસી વિવાહના ભવ્ય મહોત્સવનું આયોજન કરાયુ હતું. ત્રણ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક ઉત્સવમાં ભજન, ભોજન અને સંધ્યાના કાર્યક્રમો સાથે હજારો ભાવિક ભક્તો જોડાયા હતાં.

સુતરમાં ઓડિશાવાસીઓ દ્વારા તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. દર વર્ષે આ આયોજનમાં આશરે 25 હજાર જેટલા લોકો મહાપ્રસાદ અને જમણવારનો લાભ લે છે. સળંગ ત્રણ દિવસ સુધી ભોજન અને ભજન સંધ્યાનો દોર ચાલે છે. ઓછામાં ઓછા 12 વર્ષથી સુરતમાં આ ધાર્મિક આયોજન સાતત્યપૂર્ણ રીતે થઈ રહ્યું છે. આ વર્ષે પણ 25 થી 30 હજાર ભાવિક ભક્તો પ્રસાદ લેશે અને તેના કરતાં પણ વધુ સંખ્યામાં ભક્તો આ ઉત્સવ સાથે જોડાશે તેમ વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંત સદસ્ય કેતુર ગાંધીએ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *