સુરેન્દ્રનગર લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ઓફિસરની બદલી

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગર લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ઓફિસરની બદલી
એક સાથે ત્રણ મેડિકલ ઓફિસરની બદલી થઈ

સુરેન્દ્રનગર લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે ત્રણ મેડિકલ ઓફિસરની બદલી થઈ જેમાં બે મેડિકલ ઓફિસર છેલ્લા ઘણા સમયથી લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા જેઓની માંગણી વાળી જગ્યાએ બદલી થઈ

લીબડી સિવિલ હોસ્પિટલ એટલે કે નેશનલ હાઇવે ઉપર આવેલ હોસ્પિટલ છે ત્યારે રોજના અકસ્માતના , મારામારીના તેમજ અન્ય બનાવો રોજે આ હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે એકાએક મેડિકલ ઓફિસર જીગરસિંહ રાજપુત, મેડિકલ ઓફિસર કે.સી. ઝાલા, અને મેડિકલ ઓફિસર શુભમ મોદીની પોતાની માંગણી મુજબના સ્થળ ઉપર બદલી થવા પામી હતી ત્યારે લીબડી સિવિલ હોસ્પિટલમા મેડિકલ ઓફિસરની અછતનો અનુભવ દર્દીઓને થશે ખરો, એવો એક સવાલ બન્યો છે, શું તત્કાલ ધોરણે તંત્ર દ્વારા નવા મેડિકલ ઓફિસર મૂકવામાં આવશે ખરા ? હોસ્પિટલની કામગીરી જે રીતે ચાલતી હતી તેજ રીતે ચાલશે ખરી ? આવા અનેકો સવાલ હાલ શહેરમાં ઉઠી રહ્યા છે,

ખાસ કરીને વાત કરવામાં આવે તો ડોક્ટર જીગરસિંહ રાજપુત અને ડોક્ટર કે.સી. ઝાલા લીંબડી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા હતા અને જેઓએ કાર્યકાળ દરમ્યાન પુરી નિષ્ઠાથી પોતાની ફરજ‌ પણ બજાવેલ અને અનુભવી ડોક્ટર પણ હતા ત્યારે જેઓએ પોતાના વતન તરફની બદલીની માંગણી કરી હતી ત્યારે આ બંને ડોક્ટરોને વતન તરફ જવાની સરકાર દ્વારા માંગણી પુર્ણ કરવામાં આવી છે આ બાબતે અધિક્ષક ડોક્ટર કરણસિંહ વાળા જોડે વાત કરતા જેઓએ જણાવ્યું હતું કે જે મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી પડેલ છે તે જગ્યા તત્કાલે પૂરી કરવામાં આવશે જેથી આવનાર દર્દીઓને રાહત મળી રહે અને જે રીતે સારવાર કરવામાં આવતી હતી તેજ રીતે સારવાર શરૂ જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *