નેપાળમાં ગુજરાતીઓ ફસાતા તંત્ર એક્શનમાં.

Featured Video Play Icon
Spread the love

નેપાળમાં ગુજરાતીઓ ફસાતા તંત્ર એક્શનમાં.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ગુજરાતી પ્રવાસીઓ ચિંતા ન કરે.
ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસ શરૂ કરાયા.

નેપાળમાં હાલ અરાજકતા ફેલાઈ છે જેને પગલે ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. હવે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે.

નેપાળમાં હાલ અરાજકતા ફેલાઈ ગઈ છે, રાજકીય પરિસ્થિતિ ખુબ જ ડામાડોળ છે. નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસાને કારણે લગભગ 5000 ભારતીય પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા છે. નેપાળમાં વિરોધ પ્રદર્શનોને કારણે દેશના વિવિધ ભાગોમાં રસ્તાઓ બંધ છે, તો કેટલાક રસ્તાઓ પર જામને કારણે લગભગ 5000 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં ફસાયેલા છે. જેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ છે. ભારત સરકાર અને ભારતીય દૂતાવાસે આ પરિસ્થિતિને ગંભીરતાથી લીધી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. હવે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પાછા લાવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. રાજ્ય સરકાર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે. કોઈપણ ગુજરાતી પ્રવાસીને તકલીફ ન પડે તેના માટે સરકાર સતત ચિંતાશીલ છે

કાઠમંડુ પોખરા જેવા પર્યટન સ્થળો પર પણ આ પ્રદર્શનોની અસર જોવા મળી રહી છે. ત્યારે આ બધા વચ્ચે નેપાળમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા માટે કેન્દ્ર સરકારે બચાવ કામગીરી શરૂ કરી છે અને હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં 1000થી વધુ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નેપાળથી બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીનાને બહાર કાઢવાનું કામ ચાલુ છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત રવા માટે ગુજરાત સરકાર સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *