સુરતમાં સુદામાં કા રાજા માં બબાલનો મામલો
પંડાલમાં બબલનો વિડિઓ સામે આવ્યો
અલ્પેશ કથિરીયાના સમર્થકોની બબાલ
સુરતમાં સુદામા કા રાજા ગણપતિમાં અલ્પેશ કથેરિયા અને આયોજકો સાથે થયેલ બબાલનો વિડીયો સામે આવ્યો છે. જે બબાલમાં સમાજ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો.
સુરતમાં સુદામા કા રાજા ગણપતિમાં અલ્પેશ કથેરિયા અને આયોજક વચ્ચે બબાલના વિડિઓ સામે આવ્યા છે. અલ્પેશ કથેરિયા અને તેના સમર્થક દ્વારા પોલીસ સાથે બબાલ કરાઈ હતી. અને ગણપતિમાં સ્ટેજ પર બેસવા સુદામા ચોકના રાજાના આયોજક વચ્ચે બબાલ થઈ હતી. જેને લઈ બન્ને પક્ષોને ઉતરાણ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા તો આ અગાઉ અલ્પેશ કથેરિયાએ ફોનમાં આયોજકને ધમકી પણ આપી હતી. જો કે આ મામલે સમાજ ના આગેવાનો વચ્ચેપડતા મામલો થાળે પડ્યો હતો અને કોઈ પોલીસ ફરિયાદ થઈ ન હતી.
