સુરત કલેકટરને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદન પત્ર આપી
રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી મુદ્દે રજુઆત કરી
રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફિ માફ કરાઈ તેવી માંગ કરી
સુરત કલેકટરને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદન પત્ર આપી રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી મુદ્દે રજુઆત કરી હતી અને તાત્કાલિક રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફિ માફ કરાઈ તેવી માંગ કરી હતી.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી કે રત્નકલાકારોના બાળકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા શિક્ષણ રાહત પેકેજ 13,500 ફોર્મ ભર્યાને લાંબો સમય થઈ ગયો છે. મંદિના કારણે વહીવટી તંત્રએ કહેલા બધા ડોક્યુમેન્ટ મહા મહેનતે ભેગા કરીને ફોર્મ ભર્યા હતાં. ત્યારે હજી ફી ભરવાને બદલે રત્નકલાકારો પાસે નિતનવા પુરાવા મંગાવી ને મંદી ના માર વચ્ચે હેરાન કરાય છે ત્યારે તંત્રના નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવા માટે સુરત કલેકટર કચેરી એ આવેદનપત્ર આપી રત્નકલાકારો પાસે માંગવામાં આવતા ઉદ્યોગ આધાર, ઉધમ રજિસ્ટ્રેશનનો પરિપત્ર રદ્દ કરી તાત્કાલિક રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.
