સુરત : કારમાં દારૂની હેરાફેરી કરનારાઓ ઝડપાયા
ઉત્રાણ પોલીસે લાખોનો દારૂનો જથ્થો સહિત કાર કબ્જે કરી
પોલીસે જગદીશ હરીજન અને યશ રાવલની ધરપકડ કરી
મારૂતિ સુઝુકી અલ્ટો કારમાં દારૂની હેરાફેરી કરનાર બેને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો દારૂનો જથ્થો સહિત કાર કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ અને નાયબ પોલીસ કમિશનર ઝોન ફાઈવ તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડીવીઝનની સુચના મુજબ ઉત્રાણ પી.આઈ. ડી.યુ. બારડ તથા સેકન્ડ પી.આઈ. એન.જી. પટેલ અને પી.એસ.આઈ. એ.આર. પાટીલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. ડી.યુ. બારડને મળેલી બાતમીના આધારે કાપોદ્રા બ્રિજ થી ઉત્રાણ વી.આઈ.પી. સર્કલ જતા રોડ પરથી અલ્ટો કારમાં દારૂ લઈ જવાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જેને લઈ ઉત્રાણ પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી અલ્ટો કારને આંતરી કારની ઝડતી લેતા તેમાંથી 2 લાખ 73 હજારથી વધુની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 4 લાખ 33 હજારતી વધુની મત્તા કબ્જે કરી આરોપી જગદીશ હરીજન અને યશ રાવલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
