ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગે મોટો દાવો.
મસ્જિદ જૈન તીર્થ ‘સમડી વિહાર’ હોવાનું જૈન સમાજનું નિવેદન.
જૈન સંતને ભોંયરામાં પ્રવેશવાની મંજૂરી ન મળતા વિવાદ.
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે વધુ એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને મસ્જિદના ભોંયરામાં હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી મૂર્તિઓ અને કોતરણીવાળી શીલા મળી હોવાનો દાવો કર્યો છે. આ વીડિયોએ સમગ્ર વિવાદને વધુ ગરમાવ્યો છે.
મુક્તાનંદ સ્વામી દ્વારા જાહેર કરાયેલો વીડિયો માર્ચ 2026 દરમિયાન થયેલી તપાસનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં ભોંયરામાં આવેલી એક કોતરણીવાળી શીલા દર્શાવવામાં આવી છે જેમાં મૂર્તિઓ જેવી આકૃતિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે વિભાગે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ આપવાનો ઇનકાર કર્યો છે. અધિકારીઓના બિનસત્તાવાર જણાવ્યા મુજબ શીલા કયા ધર્મ સાથે સંકળાયેલી છે અથવા કયા સમયગાળાની છે તે અંગે વૈજ્ઞાનિક તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. તાજેતરમાં ASI દ્વારા સંક્ષિપ્ત સ્થળમાં પાછળથી બનાવાયેલ વજુખાનું તોડી પાડવામાં આવ્યું હતું અને પાછળનો દરવાજો પણ સીલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો છે. હાલ સમગ્ર મામલો અદાલત સુધી લઇ જવા તૈયારી કરાઈ રહી છેહાલ સમગ્ર મામલો અદાલત સુધી લઇ જવા તૈયારી કરાઈ રહી છે. પ્રતિબંધિત વિસ્તારમાં લોકો કઈ રીતે પ્રવેશ્યા તે અંગે મુસ્લિમ સમાજ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચની જામા મસ્જિદ આશરે 14મી સદીની શરૂઆતમાં અલાઉદ્દીન ખીલજીના શાસનકાળ દરમિયાન નિર્માણ પામી હોવાનું માનવામાં આવે છે. કેટલાક ઇતિહાસકારો અને હિન્દુ સંગઠનોનો દાવો છે કે મસ્જિદના નિર્માણમાં પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરોના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.મસ્જિદના સ્તંભો, નકશીકામ અને સ્થાપત્યમાં ભારતીય શૈલીની ઝલક જોવા મળતી હોવાના દાવા પણ કરવામાં આવે છે. સ્વામીનું કહેવું છે કે મસ્જિદના કૂવાની સફાઈ કરવામાં આવે તો વધુ અવશેષો અને મૂર્તિઓ પણ મળી શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
