ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ છેતરપિંડના આરોપીને ઝડપ્યા
રોકાણકારોને માસિક ૨૦ ટકા વળતરની લોભામણી સ્કીમ
રોકાણકારોના રૂ.૧,૦૩,૧૪,૫૦૦ ના નાણાં ઓળવી ગયા
રોકાણકારોને માસિક ૨૦ ટકા વળતરની લોભામણી સ્કીમ આપી રોકાણકારોના રૂ.૧,૦૩,૧૪,૫૦૦ ના નાણાં ઓળવી જઇ ગુન્હાહિત વિશ્વાસઘાતના દાખલ થયેલ ગુન્હામાં મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરતા, પોલીસ સ્ટેશન હેઠળના ફરિયાદકા ગામે રહેતા ઇસમો દ્વારા રોકાણકારોને રોકાણ ઉપર માસિક ૨૦ ટકા વળતર આપવાની લોભામણી સ્કીમ સમજાવી વળતર આપવાનું પાકું વચન અને વિશ્વાસ આપી કરેલ વિશ્વાસઘાત અંગેની રજુઆત અનુસંધાને વરતેજ પોલીસ સ્ટેશનમાં
(૧) સંજયભાઇ મુળજીભાઇ ધામેચા (૨) યોગેશ વેલજીભાઇ ધામેચા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ કરતા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી. ઉંડાણપુર્વકની તલસ્પર્શી તપાસ કરવા માટે સુચના કરેલ..
