સુરતમાં દેશી તમંચા સાથે એક ઝડપાયો
ગણપતિ મહોત્સવને લઈ ક્રાઈમ બ્રાન્ચે પેટ્રોલિંગ વધારી
હિરા ઉર્ફે આકાશ અમરનાથ નિષાદની ધરપકડ
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેસ્તાન વિસ્તારમાંથી હાથ બનાવટના દેશી તમંચા સાથે એકને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો પર પોલીસે ચાંપતી નજર રાખી છે ત્યારે આગામી ગણપતિ મહોત્સવને ધ્યને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેસ્તાન ખાતે સાંઈ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હિરા ઉર્ફે આકાશ અમરનાથ નિષાદને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
