ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં કડક પગલાં

Featured Video Play Icon
Spread the love

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં કડક પગલાં
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી,
દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી, દોષિત વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાયા

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીની સૂચનાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી સતત એન્ટી-રેગિંગ કમિટીની મેરેથોન બેઠક પૂર્ણ; દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા છે. ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં નોંધાયેલા રેગિંગના બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં – રેગિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. બેઠક દરમિયાન ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ ઉપરાંત સંબંધિત ફેકલ્ટી સભ્યો તથા સપોર્ટ સ્ટાફને બોલાવી તેમના લેખિત નિવેદનો લેવામાં આવ્યા હતા. સાથે સાથે ઉપલબ્ધ દસ્તાવેજી પુરાવાઓની વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અનુસાર એન્ટી-રેગિંગ કમિટીએ તમામ હકીકતો, પુરાવાઓ અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનામાં દોષિત ઠરેલા તમામ વિદ્યાર્થીઓને સજાના સમયગાળા દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. તેઓએ તારીખ 19 જૂનની સાંજ સુધીમાં પોતાના રૂમ ખાલી કરી કોલેજ તંત્રને જાણ કરવાની રહેશે. 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવેલ છે. 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ અસરથી બરતરફ કરવામાં આવેલ છે. 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ અસરથી બરતરફ કરવામાં આવેલ છે. સજાના સમયગાળા દરમિયાન સંબંધિત વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *