અરવલ્લી કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધમકી ભર્યો મેઇલ મળતા તપાસ હાથ ધરવામાં આવી
અરવલ્લી જિલ્લા સેવા સદનની કલેક્ટર કચેરી ઓફિસને ધમકી ભર્યો મેઇલ મળતા તપાસ હાથ ધરવામાં આવી છે.ધમકી ભર્યો શંકાસ્પદ મેઇલ મળતા જિલ્લા સેવા સદનની કલેક્ટર,પ્રાંત,મામલતદાર સહિતની કચેરીઓ માંથી તમામ કર્મચારીઓ અરજદારોને બહાર કાઢી બોમ્બ સ્કોર્ડ,ડોગ સ્કોર્ડ,એલ.સી.બી,એસ.જી સહિતની પોલીસ ટીમે સર્ચ હાથ ધર્યું ધર્યું છે..ગત 7 મેં ના રોજ પણ કલેકટર કચેરીને બૉમ્બ થી ઉડાવી દેવાનો શંકાસ્પદ મેલ મળ્યો હતો.જેની જિલ્લા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ છે.હજુ એ આરોપી પોલીસ પક્કડ થી દુર હોય,ત્યારે 15 દિવસમાં ફરી ધમકી ભર્યો મેઇલ મળતા સુરક્ષા જવાનોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.