રાધનપુરમાં રાજીવ ગાંધીની 82 મી જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણ
કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે રાધનપુરના ભુલમણી કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. રાજીવ ગાંધીની જન્મજયંતિને યાદગાર બનાવવા યોજાયેલા આ કાર્યક્રમમાં રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ રફિક ટાઈગર, ડૉ. વિષ્ણુ ઝુલા, સુભાષ મકવાણા, ભરત ઠાકોર, શરીફખાન બ્લોચ, નરેશ પ્રજાપતિ, બાબુ ઘાણી, જમાલ કંટ્રોલવાળા અને સુરેશભાઈ જોશી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા તેમજ વૃક્ષોની નિયમિત સંભાળ રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી
