સુરતના કાપોદ્રામાં દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
15 વર્ષ 4 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ આચરાયો
ભાવનગરના વલ્લભીપુરમાંથી ઝડપી પાડ્યો
સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરના વલ્લભીપુરમાંથી ઝડપી પાડ્યો છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય રમેશભાઈ માયાભાઈ મહીડા પર 15 વર્ષ 4 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ આચરાયો હતો. કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ મોબાઇલ ફોન અને વોટ્સએપ મારફતે સગીરા સાથે સંપર્ક કેળવ્યો હતો અને લગ્નની લાલચ આપી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીના મોબાઇલ નંબરની ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. સાથે જ સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતાં. તપાસમાં આરોપી સુરત છોડીને બહારગામ ગયો હોવાનું સામે આવ્યું હતું.
ટેકનિકલ સર્વેલન્સ અને ટ્રાવેલ્સ સંબંધિત માહિતીના આધારે આરોપી ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં હોવાનું જાણવા મળતા પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. આરોપી નાસી જાય તે પહેલાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા-2023 અને પોક્સો એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
