દાહોદમાં મનરેગા કૌભાંડ અંગે બચુ ખાબડે તોડ્યું મૌન
મારા પુત્રની સપ્લાઇની એજન્સી છે – બચુભાઈ ખાબડ
તપાસ મા પુરતો સહકાર આપીશુ – બચુભાઈ ખાબડ
દાહોદ મનરેગા કૌભાંડને લઈ પંચાયત પ્રધાન બચુ ખાબડની પ્રતિક્રિયા સામે આવી છે. બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, મારા પુત્રની મટીરીયલ સપ્લાય કરવાની એજન્સી છે. મને અને મારા પુત્ર ને બદનામ કરવા કોંગ્રેસ આક્ષેપ કરે છે.
દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં 100 કરોડ રૂપિયા કરતા પણ વધુનો ભ્રષ્ટાચાર કરાનારા મંત્રીપુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ બાદ બચુ ખાબડ છેલ્લાં ઘણાં સમયથી સંપર્ક વિહોણ હતાં. સાથે જ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ દેખાતા નહોતા. જેથી કોંગ્રેસે બચુ ખાબડના રાજીનામાની માગ સાથે અનેક પ્રહાર કર્યા હતા. જોકે, હવે આટલા સમય બાદ બચુ ખાબડનું નિવેદન સામે આવ્યું છે. બચુ ખાબડે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, મારા પુત્ર ની સપ્લાઇ ની એજન્સી છે.મને અને મારા પુત્ર ને બદનામ કરવા કોંગ્રેસ આક્ષેપ કરે છે. બીજી પણ એજન્સીઓ છે મારા પુત્રો નુ નામ આવતા જાતે હાજર થયા. અમને ન્યાય તંત્ર ઉપર સપૂણઁ ભરોશો છે . તપાસ મા પુરતો સહકાર આપીશુ. રાજીનામા અંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે એ મારો વિષય નહી