સુરતમાં પીએમ મોદીના જન્મદિનને લઈ ભવ્ય રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની હાજરીમાં કેમ્પનુ આયોજન કરાયુ
સુરત પોલીસ તાલીમ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ ભવ્ય રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યો કરાય છે ત્યારે સુરતમાં પોલીસ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના એક દિવસ પહેલા ભવ્ય રક્તદાન શિબિરનુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની હાજરીમાં આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સુત્રને સાર્થક કર્યુ હતું.
