સુરતમાં અનેક જગ્યાએ રક્તદાનનુ આયોજન કરાયુ
તેરાપંથ યુવક પરિષધ દ્વારા મેગા રક્તદાન અભિયાન કેમ્પનુ આયોજન કરાયુ
તેરાપંથ યુવક પરિષધ દ્વારા 61માં સ્થાપના દિન નિમિત્તે મેગા રક્તદાન અભિયાન કેમ્પનુ આયોજન કરાયુ હતું. વિશ્વની સૌથી મોટી રક્તદાતા સંસ્થા દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરને લઈ સુરતમાં પણ અનેક જગ્યાએ રક્તદાનનુ આયોજન કરાયુ હતું.
વિશ્વની સૌથી મોટી રક્તદાતા સંસ્થા, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસને લઈ એક મેગા રક્તદાન અભિયાન કેમ્પ એટલે કે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 નું આયોજન કરાઈ રહ્યુ છે. તો 17 સપ્ટેમ્બર 2025 ના રોજ વિશ્વભરના 75 દેશોમાં 7500 થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરાશે. અને સંસ્થાનુ લક્ષ્ય 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું છે. ત્યારે એક જ જગ્યાએ વિશ્વનો સૌથી મોટો રક્તદાન શિબિર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાશે. જે અંતર્ગત અભટ્યુપની સૌથી મોટી શાખા, તેરાપંથ યુવક પરિષદ-સુરત અને અન્ય શાખા પરિષદો 75 થી વધુ રક્તદાન શિબિરોનું આયોજન કરશે. ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમ સાથે સંયુક્ત રીતે સંકળાયેલી છે, ફોસ્ટા અને અન્ય સામાજિક સંસ્થાઓ પણ કાપડ બજારમાં સહયોગ આપી રહી છે. તો સુરતના કાપડ બજારો, રેલ્વે સ્ટેશનો, યુનિવર્સિટીઓ, રહેઠાણો, સુરત ડાયમંડ બર્સ, ડાયમંડ યુનિટ, જીએસટી ઓફિસમાં શિબિરોનું આયોજન કરાઈ રહ્યું છે. અને સુરતના તમામ નાગરિકોને નજીકના રક્તદાન કેન્દ્ર પર પહોંચીને રક્તદાન કરવા અપીલ પણ કરાઈ છે.
