સુરતમાં નમો યુવા રન ફોર નશા મુક્ત ભારતનું આયોજન
એક સાથે 75 જગ્યાએ મેરેથોનનું આયોજન
10 હજારથી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રનનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ ના શુભઅવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 17 મી સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર સુધી 15 દિવસ સેવા પખવાડીયા તરીકે વિવિધ જનસેવાના કાર્યો કરીને ઉજવણી કરી રહી છે. જેને લઈ નશામુક્ત ભારત અને યુવા રન ફોરનુ આયોજન કરાનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈ સેવા પખવાડીયા અંતર્ગત તારીખ 21 મી સપ્ટેમ્બર રવિવાર ના રોજ સવારે 7 કલાકે એક સાથે દેશમાં 75 જગ્યા અને ગુજરાતમાં 10 જગ્યા એ નમો યુવા રન ફોર નશા મુક્ત ભારત નું આયોજન થઈ રહ્યું છે. એક સાથે 75 જગ્યા એ મેરેથોનનું આયોજનનો વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત સુરત ખાતે 21 સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે 7 વાગ્યે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટથી વાય જંકસન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં સુરત ખાતે નમો યુવા રન ફોર નશા મુક્તિ અભિયાન હેઠળ 10 હજારથી વધુ સ્પર્ધકો સાથે નમો યુવા રનનું આયોજન કરાશે. તો દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલ ઈ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. દોડ પુરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાંખતા વ્હોટ્સપ પર સર્ટિ પ્રાપ્ત થશે.તો મેરેથોનના દિવસે જો કોઈ એ રજિસ્ટ્રેશન નહીં કરાવયુ હોઈ તો સીધા કાઉન્ટર પર આવી રજિસ્ટ્રેશન કરાવી શકશે અને મેરેથોનમાં ભાગ લઈ શકશે તેમ જણાવાયુ હતું.
